જેણે કચ્છના જોયું, એણે કંઇ જ ના જોયું
ભારતની ભોમ પર એક એવી સંસ્કૃતિ અને સ્થાપત્યના સંવર્ધનમાં કચ્છનું પ્રદાન કોઇક વિશેષ છે. આ ભારતના પ્રાચીન ઇતિહાસમાં આના ઘણા પ્રમાણો જોવા મળી આવ્યા છે તો ચાલો આ પવિત્ર ભૂમિની વિગતે ચર્ચા કરીએ......
ઐતિહાસિક ભૂમિ કચ્છ
કચ્છના પાટનગર ભૂજથી ૧૫૦ કિ.મી. દૂર આવેલ કચ્છના ઐતિહાસિક કિલ્લાનું નગર લખપત કચ્છ રાજયના સમયમાં ખૂબ જ મહત્વનું હતું. કચ્છનો આ અદ્યતન કિલ્લો સતરમી સદીના અંત અને અઢારમી સદીના પૂર્વાધની કચ્છની અસ્મિતાનો સાક્ષી છે. આજનું લખપત એક સમયે બસ્તા બંદર તરીકે ઓળખાતુ. કચ્છના મહારાવ લખપતીજીએ આ બંદરનો પાયો નાખ્યો હતો. કચ્છના સિંધ સાથેના વ્યાપારનું આ મુખ્ય કેન્દ્ર ગણાતું. કચ્છની એક સમયની જીવાદોરી સમાન સીંધુ નદિના વહેણને સિંઘના અમીર ગુલાબશાહ કલોરાએ નદી પર બંધ બાંધી પાણી રોકયું હતું. શિખોના ધર્મગુરૂ અને શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનકે સિંઘના હિંગળાજ પીરસવા જતા હતા. તે દરમિયાન આ જ લખપતમાં કેટલોક સમય રોકાણ કર્યુ હતું. તેની યાદગીરીના રૂપે ગુરૂદ્વારા પણ લખપતમાં છે. હાટકેશ્વરજીનું મંદિર અને નાગરસાંઇ તળાવ આજે પણ છે.
મહાબંદર ધોળાવીર અને આપણી સંસ્કૃતિ
ધોળાવિરા પૂર્વ કચ્છના ખડીર બેટમાં આવેલું છે. આ બેટ ચારે તરફથી ઘેરાયેલો છે. ઇ.સ. ૧૯૩૦ના દાયકામાં કચ્છમાં પડેલા દુષ્કાળના સમયમાં ખડીર વિસ્તારમાં ચાલી રહેલા એક રાહતકામ દરમિયાન શંભુદાનભાઇ ગઢવીને એક મુદ્રા મળી એ મુદ્રા સતાધિશોને પહોંચાડતા ઉત્ખનન કાર્ય હાથ ધરાવતા આ વિશાળ હડપ્પીયનગર સિંધુ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો પુરવાર થયો. જેણે કચ્છને આંતરરાાષ્ટ્રીય ખ્યાતિ અપાવી દિધી. મણકાઓથી લખાયેલા ૧૦ અક્ષરો કે સંજ્ઞાઓ છે. હજુ સુધી આપણે. સિંધુ લિપિ ઉકેલી શકયા નથી.
અલભ્ય નારાયણ સરોવર
કચ્છના પશ્ચિમ સમુદ્ર કિનારે આવેલું પુરાણ પ્રસિધ્ધ નારાયણ સરોવર બાણનું મહાતિર્થસ્થાન ગણાય છે. જયાં હિંદના પાંચ પવિત્ર તીર્થ સ્થાનની યાત્રા વિના અને નારાયણ સરોવરમાં સ્નાન કર્યા વિના ભારતના અન્ય તીર્થધામોની યાત્રા અધુરી ગયાય છે. આનો ઉલ્લેખ ભાગવત, બ્રહ્મવૈવર્ત, મત્સ્ય પુરાણોમાં આવેલો છે. અહિંનો કાર્તિક પૂર્ણિમાનો પવિત્ર મેળ યાત્રાળુઓને આકર્ષે છે.
કચ્છ રાજયના કુળદેવીમાં આશાપુરા
માં આશાપુરાજીનું મંદિર આશરે ૧૨૨૦ વર્ષ જુનુ છે. કચ્છના રાજવી જાડેજા વંશના કુળદેવી હોવાના નાતે પ્રત્યેક કચ્છી પણ તેને આદરથી માથુ નમાવે છે. કચ્છ રાજયના કુળદેવી હોવાના નાતે નવરાત્રિમાં કચ્છના રાજવંશ તરફથી આશાપુરા માતાને ચાદર ઓઢાડવાની પરંપરા રાજાશાહીના સમયથી ચાલતી આવી છે. જે આજે પણ ચાલુ છે. પવિત્રતા અને ઐતિહાસિક ભૂમિનો સમન્વય અહિ જોવા મળે છે. સુંદર અતિથિ ગૃહ તથા ભોજન શાળાની ખુબ જ સુંદર વ્યવસ્થા છે.
અરીસાઓનો મહેલ આપના મહેલ
ભૂજની મધ્યમાં આવેલ દરબાર ગઢના ચોકમાં આવેલ છે. આજથી અઢીસો વર્ષ પહેલા આનું નિર્માણ થયેલ. રાવ લખપતજીએ મુઘલ બાદશાહનો દબદબો જોઇ કચ્છમાં પણ એમણે કંઇક કરવાનો મનસુબો કર્યો. આ મહેલમાં દિવાને આમ, દિવાને ખાસ, ઉનાળામાં તાપથી બચવા પાણીના ફુવારાવાળી ખાસ વ્યવસ્થાવાળી બેઠક ખાનગી રૂમ અને આપના હોલ એમ છે. આપના મહેલમાં કેટલાક નવા વિભાગો ઉમેરી તા. ૧-૧-૧૯૯૭ના મધ્નસિંહજી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું.
આ મ્યુઝિયમમાં કચ્છી શૈલીના ચિત્રપટો, સવારીની પાલખી, વરાળયંત્ર, રાજવી પોશાક, રાજયકાળના દસ્તાવેજો, અલભ્ય તસ્વીરો, નિશાન, ડંકા, કચ્છી ચલણના સિક્કા, લગ્નની ચોરી વગેરે મુકેલ છે.
ઐતિહાસિક જેસલ- તોરલની સમાધિ
અંજારમાં આવેલ જેસલ- તોરલની સમાધિ અને લોકકથામાં કરાયેલું તેનું નિરૂપણ મુલાકાતીઓને સંસ્કારની વિરકત ભાવનાઓને જાગૃત કરે છે. અલખની આરાધના જગાડનાર જેસલ- તોરઇની સમાધિ અને લોકકથામાં કરાયેલું નિરૂપણ મુલાકાતીઓને સંસ્કારની વિરકત ભાવનાઓને જાગૃત કરે છે. અલખની આરાધના જગાડનાર જેસલ- તોરલની અમર ગાથા આજે પણ લોકહૃદયના તાણાવણાની માફક ગુંથાઇ ગઇ છે. ૨૦૯૧ ના ધરતીકંપમાં આ સમાધિનું મંદિર ધ્વસ્ત થઇ ગયું હતું. જેને જીર્ણોધ્ધાર કરાયો છે.
વસઇ તીર્થ ભદ્રેશ્વર
જૈન દેરાસરની પ્રાચીનતાને ઉજાગર કરતું આ તીર્થ આશરે ૨૫૦૦ વર્ષથી વધારે સમય અગાઉ ઇ.સ. પૂર્વે ૪૪૮ માં ગૃહસ્થે અહિ મંદિર બંધાવ્યું હતું. અહિ કુમારપાણે જીર્ણોદ્ધાર કરાવેલ. ત્યારબાદ જગુડશાએ ત્યારબાદ ૧૯૨૦ માં જૈનમુનિ ખંતવિજયજીએ કરાવ્યો. ભૂકંપમાં ખંડિત થયેલ આ પવિત્ર સ્થળને જીર્ણોધ્ધાર કરેલ છે.
ભોલે ભંડારીનું પવિત્ર સ્થળ કોટેશ્વર
અરબી સમુદ્રના કિનારે કોરીક્રિકના નાકા પર પવિત્ર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિરનું ભારતનું એક સુવિખ્યાત યાત્રધામ છે. ભારતના પશ્ચિમ ભાગના જમીનનો અંત આ પવિત્ર મંદિરે થાય છે. ઐતિહાસિક તેમજ પૌરાણીક રીતે પણ અલભ્ય ઇતિહાઇ ધરાવે છે. લંકાપતિ રાવણે કોટેશ્વરથી લીંગ લંકા સુધી લઇ જઇ પ્રતિષ્ઠા કરવાનું વરદાન માંગ્યું હતું.
કાળો ડુંગર- ગુરૂ દતાત્રેયનું મંદિર
કાળો ડુંગરએ નખત્રાણાથી ૧૪ કિ.મી. ના અંતરે આવેલ એક અલગ જ ડુંગર છે. ગુરૂદતાત્રેયનું પવિત્ર મંદિર અહિં આવેલ છે. કાળા ડુંગર પરથી સિંધુ નદિનો પટ જોવા મળે છે. તેમજ ઇન્ડિયા બ્રિજ કે જે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની સીમાને જોડતો બ્રિજ છે. કહેવાય છે કે રાત્રીના સમયે આ ડુંગર પરથી પાકિસ્તાનમાં આવેલ કરાચીની લાઇટો દેખાય છે.
રમણીય સાગરતટ માંડવી
સમગ્ર ગુજરાતના ૧૬૫૦ કિ.મી. ના દરિયા કિનારામાં માંડવીનો બિચ ખુબ જ સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. માંડવીની હવા પાણી આરોગ્યપ્રદ છે. તેનો બિચ શાંત અને સુંદર છે. એવું કહેવાય છે કે ગુજરાતનો આ બિચ ગોવાના બિચ કરતા પણ સુંદર છે.
ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડરનું છેલ્લું ગામ- હાજીપીર
કચ્છના છેવટના વિસ્તારમાં એકલું પવિત્ર સ્થળ હાજીપીર....અહિં ચૈત્ર માસના પહેલા સોમવારે મેળો ભરાય છે. અનેક શ્રધ્ધાળુઓ અહિ આવે છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાન, હિન્દુ અને મુસલમાન તેમજ તમામ સંપ્રદાયના લોકો અહિ આવી પવિત્રતાનો અનુભવ કરે છે.
કચ્છ અલભ્ય ઘુડખર અભ્યારણ્ય
આ અભ્યરણ્ય એ ભારતીય જંગલી ગધેડો એટલે કે ઘુડખરનું વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ડુખર અભ્યારણ્ય જાહેર કરાયું છે. આ આખો પ્રદેશ દુષ્કાળગ્રસ્ત અને અત્યંત શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનિય અને સ્થળાંતર કરનારા જળપક્ષીઓ જેમ કે ક્રોંચ, બતક બગલા, પેલિકન, સુરખાબ અને જમીન પરના પક્ષીઓ જેમકે ગ્રાઉસ, ફેકોલીંગ અને ભારતીય બસ્ટર્ડ જવા પક્ષીઓનું નિવાસ સ્થાન છે. આ સિવાય ભારતીય શિયાળ, લાલ શિયાળ, રણનું શિયાળ, અને નિલગાય પણ જોવા મળે છે.
કચ્છનું સફેદ રણ (વ્હાઇટ ડેઝર્ટ)
પારંપરિક દરિયાના ખાડીવાળા વિસ્તારમાં ખાસ પાણીની ચાદર છે કે જયાં જમીન પર વ્હાઇટ કલર જોવા મળે છે. રાજય સરકારના યુક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિના સંયુકત ઉપક્રમે રણોત્સવ ઉત્સવ તરીકે વિકસાવાતા આ વ્હાઇટ ડેઝર્ટને વિશ્વ ફલક પર નામના મળી.
પૂનમની ચાંદનીમાં આ સફેદ રણ કાંઇક અલગ રૂપરંગમાં સજેલ દેખાય છે. ઇતિહાસના પાનાઓને જો જોવામાં આવે તો વિશ્વમાં કોઇપણ દેશ આટલું સરસ સફેદ રણ ધરાવતું નથી. તેને વિશ્વમાંથી સહેલાણીઓ આવે છે. પણ સાથે સાથે દુઃખની વાત એ છે કે ગુજરાત સરકારે આ રણોત્સવ પ્રાઇવેટ કંપનીને સોપતા ત્યાંના ટેન્ટ અને જમવાનું સહેલાણીઓને પોસાતુ નથી.
ફાઇવ સ્ટાર હોટલના રૂમની કિંમતના ટેન્ટ આજે અનેક સહેલાણીઓને મનમાં કચવાટ ઉભો કરે છે. સાથે સાથે ગુજરાતના સહેલાણીઓ આ દિવસોમાં રાત્રી રોકાણ માટે છેક ભૂજ, નખત્રાણા, માતાના મઢ સુધી જવું પડે છે.
‘‘ શિયાળે સોરઠ ભલો,
ઉનાળે ભલો ગુજરાત
ચોમાસે વાગડ ભલો,
ઓલો કચ્છડો બારે માસ''
આ ઐતિહાસિક અને પવિત્ર ભૂમિન દરેક ભારતીયે જોવી જોઇએ. કચ્છની ભાતિગળ સંસ્કૃતિની પવિત્રતા એક ઉદાહરણ સમન છે. મિત્રો આપ આ સુકી જમીનને માણો અને જાણો .
No comments:
Post a Comment