નોટિસ બોર્ડ

આ બ્લોગ મા આપણુ હાર્દિક સ્વાગત છે.


Showing posts with label NOTIFICATION. Show all posts
Showing posts with label NOTIFICATION. Show all posts

Saturday, 2 May 2015

રાજ્ય સરકારના કર્મચારીઓની વય મર્યાદા 60 કરવા વિચારણા

રાજ્ય સરકારના કર્મચારીઓની વય મર્યાદા 60 કરવા વિચારણા
ભુજ  : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજ્ય સંઘના પ્રમુખ ચંદુભાઇ જોષીના પ્રમુખ પદે મળી હતી.  સંકલન સભામાં રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ અને રાજ્યસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાંથી રાજ્યસંઘના સંગઠન મંત્રી હરિસિંહ જાડેજા અને સેવંતીલાલ પરમાર જોડાયા હતા. રાજ્યના પ્રા શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નોની વિચારણા કરવામાં આવી હતી. તેમજ સરકાર તરફથી ઉકેલાયેલા પ્રશ્નોની પણ માહિતી આપવામાં આવી હતી.  સંકલન સભામાં રાજ્ય સંઘના સંગઠનમંત્રી હરિસિંહ જાડેજાએ એપ્રિલ માસના પગારની ગ્રાન્ટ સત્વરે ફાળવવા, કાટમાળ કૌભાંડમાં સપડાયેલા શિક્ષકોના કેસો પરત ખેંચવાનો ઠરાવ સત્વરે બહાર પાડવા, કચ્છના બાલગુરુનો પ્રશ્ન હલ કરવા, કોમ્પ્યુટરની સીસીસીના પરીક્ષાની મુદતમાં વધારો કરવા, સીસીસીની મુદતમાં પપના બદલે 50 વર્ષ કરાયા છે તેનો ઠરાવ બહાર પાડવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હોવાનું જિલ્લાના પ્રમુખ રામસંગજી જાડેજા અને મહામંત્રી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.  રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિવય વધારીને 58માંથી 60 વર્ષની કરવા, વિદ્યાસહાયકોને પાંચના બદલે ત્રણ વર્ષે પૂરા પગારમાં સમાવવાની માગણી વિચારણા હેઠળ છે. મેડિકલ એલાઉન્સમાં વધારો કરવા, છઠ્ઠા પગાર પંચનો સંપૂર્ણ અમલ કરવા, કેન્દ્ર પ્રમાણે તમામ લાભો આપવા વગેરે પ્રશ્નોની પણ સંકલન સમિતિએ રજૂઆત કરી છે એમ જણાવી કચ્છના કાટમાળ કૌભાંડમાં સપડાયેલા શિક્ષકોના કેસો પાછા ખેંચવાનીn રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે જાહેરાત કરી છે તેને આવકારી, મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો હતો.

Thursday, 2 April 2015

good friday vishe thodi mahiti

3 Apr 2015
Din vishesh ..good friday
ગુડફ્રાઈડે
બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક
અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો
કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે
પોતાનો ત્યાગ કરવો જોઇશે અને પોતાનો
ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા
લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખ્રિસ્ત
ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખ્રિસ્તી
ધર્મનું ખાસ નિશાન છે.
રોમન લોકોમાં ક્રોસ પર લટકાવીને મારી
નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું
ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના
ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં
ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા
પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ
યહૂદીઓના રાજા હતા, એટલે તેમણે ક્રોસ પર
પાટિયું લખાવડાવેલું: ‘નાઝરેથનો ઇસુ યહૂદીઓનો
રાજા.’ યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઇસુને
ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન
સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા
અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે ‘લોકોએ કેવળ
અદેખાઇને લીધે જ ઇસુને હવાલે કર્યા હતા.’ છતાં
પિલાતે લોકોની બીકે ‘ઇસુને કોરડા મરાવી
ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.’ઇસુ પોતાના
જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, ‘પિતા
મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન
અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા
માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું નથી, પણ હું
જ એને મારી મેળે આપી દઉં છું. મને એને છોડી
દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ
સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી
મળેલી છે.’
ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે
જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને
ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે: ઇસુનો
માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા
પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને
માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને
ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો
પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત
વિનાનો પ્રેમ છે, એટલે ખ્રિસ્તી લોકો માને છે કે
ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ
બાકાત નથી.
ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે
દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે
કે મૃત્યુમાં ખરેખર જીવન છે. ગુડ ફ્રાઇડે ખરેખર
ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-
વિજયનું પ્રતીક છ